Thursday, Nov 6, 2025

સુરતમાં વધુ એક લાંચિયો લપેટાયો, સરકારી કામના કોન્ટ્રાક્ટર પાસેથી લીધા 35 હજાર

1 Min Read

સુરતમાં વધુ એક લાંચિયો લપેટાયો છે. સુરત ACBએ વદેશીયા ગ્રામ પંચાયતના વહીવટદારને લાંચ લેતા રંગહાથ ઝડપ્યો છે. વહીવટદાર સંજય પટેલ સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટર પાસે કમિશન પેટે 42 હજાર 500ની લાંચ માગી હતી. છેલ્લે બંને પક્ષો વચ્ચે રૂપિયા 35 હજારમાં સમાધાન થયું હતું. જોકે ફરિયાદીએ આ અંગે ACBમાં ફરિયાદ કરી દેતા છટકું ગોઠવાયું અને વહીવટદારને રંગેહાથ લાંચની રકમ સ્વિકારતા ઝડપી લેવાયો હતો.

ફળીગ્રામ પંચાયત કચેરીનાં તલાટીકમ મંત્રી સંજયભાઇ પોપટભાઇ પટેલ, વર્ગ-૩, વહીવટદાર, વદેશીયા ગ્રામ પંચાયતની કચેરીમા ફરજ બજાવે છે. વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો રાખેલ જે કામો પુર્ણ થતાં ફરીયાદીનાં એકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામનાં આરોપીએ રૂ.42,500/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.35,000/- આપવાનું નકકી થયુ હતુ.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો ટોલ ફ્રી નંબર 1064 ઉપર સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article