અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ફરી એક વખત રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તેઓએ રવિવારે રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ખાતે રેલી કાઢી હતી. આવી સ્થિતિમાં રેલીની બહારથી એક યુવકની બંદૂક, દારૂગોળો અને નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે. યુવક તેની કારની અંદર બેઠો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ ની હત્યાના બે વખત પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષા દળોની સતર્કતાને કારણે આ ષડયંત્ર સફળ થઈ શકયું નથી. અગાઉ સપ્ટેમ્બરમાં ટ્રમ્પના ઘરની બહાર અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જુલાઈમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને કાન પાસે ગોળી વાગી હતી. કોચેલ્લામાં રેલી પહેલા ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાને પત્રકાર ગણાવી રહ્યો છે પરંતુ તે પત્રકાર તરીકે પોતાનું ઓળખપત્ર પણ રજૂ કરી શકયો નથી.
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા યુવક લાસ વેગાસનો રહેવાસી છે. તે કાળા રંગની SUV લઈને આવ્યો હતો જેમાં નંબર ન હતો. તેની કારમાં સામાન વેરવિખેર પડ્યો હતો. વાહનની તલાશી દરમિયાન પોલીસને હથિયારો, દારૂગોળો, જુદા જુદા નામના પાસપોર્ટ અને ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.
રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ચાડ બિયાનકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ પાસે તેના વાહનમાં અલગ-અલગ નામો સાથે બહુવિધ પાસપોર્ટ અને ID હતા, જે રજીસ્ટર થયા ન હતા. કેલિફોર્નિયામાં રેલી યોજવાના ટ્રમ્પના નિર્ણયે રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કર્યા, જેમણે નોંધ્યું કે, રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ છે, પરંતુ તેમણે 100 ફેરનહીટ (38 સેલ્સિયસ) તાપમાનમાં પણ મોટી ભીડ ખેંચી હતી. Coachella તેમના વાર્ષિક સંગીત ઉત્સવ માટે જાણીતી છે.
આ પણ વાંચો :-