ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ગઈકાલે સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે. જોકે, ફરી આ સ્ટે હટાવી લેવાયો હતો. દરમિયાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં સામા પક્ષની અરજી પર આજે સુનાવણી થઈ હતી
પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુરુવારે (18મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહના આત્મસમર્પણના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે (19મી સપ્ટેમ્બર) કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો છે. સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલી રાહત પરત ખેંચી લીધી છે અને શુક્રવારે રાતે જ 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. આ દરમિયાન હવે ગોંડલ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. હવે ગોંડલથી જૂનાગઢ જેલમાં રવાના થઈ શકી છે.
22 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને આત્મસમર્પણ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી.