એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આજે વહેલી સવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ પાવર લિમિટેડ સાથે જોડાયેલા વિવિધ વ્યવસાયો અને વ્યક્તિઓને નિશાન બનાવીને અનેક હાઇ-પ્રોફાઇલ દરોડા પાડ્યા છે.
મુંબઈમાં 10 થી 12 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં લગભગ 15 વિશેષ EDની ટીમે વહેલી સવારે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. દરોડા પાવર કંપની સાથે સંકળાયેલા વ્યક્તિઓની રજિસ્ટર્ડ ઓફિસો અને રહેણાંક જગ્યાઓ પર પાડવમાં આવ્યા છે. આ કથિત નાણાકીય અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગની વ્યાપક તપાસનો એક ભાગ છે. જોકે, એજન્સીએ હજુ સુધી ઔપચારિક નિવેદન જારી કર્યું નથી, અહેવાલો સૂચવે છે કે આ દરોડા રિલાયન્સ પાવર સાથે જોડાયેલા શંકાસ્પદ ભંડોળ ટ્રાન્સફર અને વ્યવહારોની તપાસનો એક ભાગ છે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2026માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રુપિયા 40,000 કરોડના રિલાયન્સ કોમ્યુનિકેશન્સ બેંક છેતરપિંડી કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી તપાસના ભાગ રૂપે અનિલ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન, “એબોડ”ને જપ્ત કર્યું હતું. તે સમયે, તેનું મૂલ્ય આશરે રુપિયા 3,500 કરોડ આંકવામાં આવ્યું હતું. આ દરોડાના સમાચાર છતાં, રિલાયન્સ પાવરના શેર લગભગ 2 ટકા ઉછળીને 23 રૂપિયા પર પહોંચી ગયા છે. દરમિયાન, રિલાયન્સ ઇન્ફ્રાના શેર 4 ટકાથી વધુ ઉછળીને 94.20 રૂપિયા પર પહોંચી ગયા છે.