નવ-નોસ્ટ્રેડેમસ તરીકે અમેરિકામાં ખ્યાતનામ બની ગયેલા કુશલકુમારે વૈદિક જ્યોતિષાચાર્યના પ્રખર વિજ્ઞાન છે. તેઓએ કહ્યું છે કે હવે ત્રીજુ વિશ્વ યુદ્ધ માત્ર થોડા જ દિવસો દૂર છે. ધી ડેઈલી સ્ટાર જણાવે છે કે આ વેદિક જ્યોતિષાચાર્ય વિશ્વ ઘટનાઓ જોઈ શકવાનો દાવો કરે છે. તાજેતરમાં જ ઇઝરાયલ- હમાસ યુદ્ધ, રશિયન-નાટો ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા ચીન અને તાઇવાન તંગદિલી ઉપરથી પણ આ સંભાવના નજરે દેખાય તેવી છે તેમ પણ તેઓએ કહ્યું હતું.
મંગળવાર તારીખ ૧૮મી જુને જ શરૂ થઈ રહેલી ગ્રહોની યુતિ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના દર્શાવે છે. તે યુતિ ૨૯મી જુને અંશાત્મક રીતે થતા તે દિવસ વિનાશ દિન (ડૂમ્સ-ડે) બની રહેવા સંભવ છે. ધી ડેઈલી સ્ટારને આપેલી આ મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે, ‘વાસ્તવમાં જન્મ કુંડળીઓ આપણા જન્મો-જન્મના કર્મનું માન-ચિત્ર (નકશો) છે. આજે ૧૮ જૂન ૨૦૨૪થી ગ્રહોની જે ગતિ જોવા મળે છે તે ઉપરથી કહી શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી. ૧૦મી જૂને પણ કેટલાક ગ્રહો સાથે ભેગા મળ્યા હતા. ત્યારથી તકલીફો દુનિયામાં વધતી ગઈ છે.’
કહ્યું કે, ‘ઈઝરાયલ-હમાસ યુદ્ધ, ઇઝરાયલ- બેબેનોન યુદ્ધ, ઉત્તર કોરિયાના સૈનિકોનું, સરહદ ઓળંગી દ. કોરિયામાં જવું. તેમજ (૧૯૬૨ની) કયુબા-મિસાઇલ- ક્રાઇસિસને યાદ આપે તેમ રશિયા યુદ્ધ જહાજોનું કયુબામાં પહોંચવું જેમાં ન્યુકલિયર સબમરીન પણ હવાના પાસે પહોંચી ગઈ અને તે સર્વે કરતાં એ વધુ ચીન દ્વારા તાઇવાનના સમુદ્ર તટ પાસે કરાયેલી યુદ્ધ ક્વાયતોથી અમેરિકા પણ ચિંતિત બન્યું છે.’ ડેઈલી સ્ટાર ઉપરાંત ન્યૂયોર્ક પોસ્ટના પત્રકારો પણ તે સમયે ત્યાં ઉપસ્થિત હતા.
આ પણ વાંચો :-