સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં અડાજણમાં મધુવન સર્કલ પાસે મંગળવારે બપોરે સાયકલને વાહને ટક્કર મારતા ઈજા પામેલા કાપડ વેપારીના વૃદ્ધ પિતાનું મોત થયુ હતું. બીજા બનાવમાં ઉના પાટીયામાં મંગળવારે સવારે ખમણ વેચવા જતી વખતે સાયકલને ટ્રકે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
સાયકલ સવાર પ્રભાકર મહાડે સવારમાં રસ્તો ક્રોસ કરવા જતા હતાં. ત્યારે ટ્રકે પૂરપાટ ઝડપે આવીને આધેડને અડફેટે લઈને 20 ફૂટથી વધુ ઘસડ્યા હતાં. જેથી તેમના શરીરના બે ટુકડા થઈ ગયા હતાં. સાથે જ અકસ્માતનો પ્રચંડ અવાજ પણ આવ્યો હતો. અકસ્માતની ટ્રક ચાલકને જાણ થતાં તેણે ટ્રકને બ્રેક મારી હતી. લોકો આસપાસથી ઘસી આવ્યા હતાં. હાલ ભેસ્તાન પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભેસ્તાન રેલવે સ્ટેશન રો પર વૃંદાવન ટાઉનશીપમાં રહેતા 65 વર્ષીય પ્રભાકર પંઢેરી માહડે મંગળવાર સવારે સાયકલ પર વિવિધ જગ્યાએ ફેરી મારીને ખમણ વેચાણ કરવા નીકળ્યા હતા. તે વેળાએ પૂરઝડપે આવી રહેલી ટ્રકે ઉના પાટિયા ચાર રસ્તા પાસે સાયકલને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ટ્રકના સાત ટાયર તેમના પર ફરી વળ્યા હતા. જેથી તેમને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. ટ્રક ફરી વળતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, વૃદ્ધના શરીરના ટુકડાં જોઇને લોકોના રૂવાડાં ઉભા થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઇ છે. તે મુળ મહારાષ્ટ્રના અકોલાના વતની હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. આ અંગે ભેસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-