Sunday, Dec 7, 2025

કચ્છના ખાવડામાં રાત 12:49 વાગ્યે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

1 Min Read

કચ્છ જિલ્લામાં આજે બપોરે ફરી એકવાર ભૂકંપનો ધ્રુજારો અનુભવાયો હતો. ખાવડા વિસ્તારમાં બરાબર 12:49 વાગ્યે 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો, જેના કારણે સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 44 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશામાં નોંધાયું હોવાનું સીસ્મોલોજી વિભાગે માહિતી આપી છે.

આ આંચકો નાનો હોવા છતાં ખાવડા તેમજ આસપાસના ગામોમાં લોકો ઘેરા અવાજ સાથે ધરતી ધ્રૂજતા બહાર નીકળી આવ્યા હતા. હાલ સુધી કોઈ જાનહાની કે નુકસાનની માહિતી સામે આવી નથી. કચ્છ જેવા ભૂકંપપ્રવણ વિસ્તારમાં આવા ઝટકા સમયાંતરે અનુભવાતા રહે છે, પરંતુ આજે પડેલો આંચકો લોકોને 2001ના ભૂકંપની યાદ તાજી કરાવી ગયો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય
Share This Article