સુરતમાં નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 11 માસની બાળકી પોતાના ઘરમાં પાણીની ડોલમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં માતા સહિતનો પરિવાર હતો ત્યારે બાળકી રમતા રમતા ડોલમાં પડી ગઈ હતી. જે બાદ 11 માસની નાનકડી બાળકીનું મોત થયું છે.
ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં રહેતા શાહ પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી એકલી રમી રહી હતી. આ દરમિયાન માતા પોતાનું કામ કરતી હતી. ઘરમાં ચોમાસુ હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો ભર્યા હતા. જોકે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક પડી ગઈ હતી. જેથી બાળકીનો ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતાં મોત થયું હતું.
જે બાદ તાત્કાલિક બાળકીને બહાર કાઢી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં ઘરમાં જ હતુ અને નાનકડી બાળકી પાણીની ડોલમાં કેવી રીતે પડી તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે ચોક્કસ કહી શકાય જે ઘરમાં બાળકો હોય તે ઘરમાં આ પ્રકારે પાણી ભરીને વાસણો મૂકવામાં આવે તો કદાચ બાળકો અકસ્માતે આવા વાસણોમાં પડી જવાને કારણે ગુંગણાઇ જવાથી તેમનું મૃત્યુ થઇ શકે છે.
મૃતક દિવ્યા કુમારીના પિતા ધર્મેન્દ્ર શાહએ કહ્યુ કે, બાળકે પાણીની ડોલમાં ઊંધા માથે પડી હતી. તેની માતાની નજર પડતા તે દોડી ગઈ હતી. ત્યારબાદ અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યા કુમારીને લઈને આવી ગયા હતા. હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતથી અમારું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.
આ પણ વાંચો :-