અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે GST સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં મોટા ફેરફાર થયા છે. કંપનીએ તેની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. 22 તારીખથી અમલમાં આવનારા આ ભાવ ઘટાડા અંતર્ગત અમૂલ તાજા દૂધમાં લિટરે બે રૂપિયા જ્યારે અમૂલ ગોલ્ડમાં લિટરે ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.જ્યારે માખણના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘીના ભાવમાં પણ પ્રતિલિટર 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આઈસ્ક્રિમના શોખીનો માટે પણ સારા સમાચાર છે. અમૂલે આઈસ્ક્રિમની કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડાનો લાભ દેશભરના ગ્રાહકોને મળશે.અમૂલે જણાવ્યું હતું કે GST સ્લેબમાં થયેલા ફેરફારોનો ગ્રાહકોને સંપૂર્ણ લાભ મળે તે માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે ભારતમાં ડેરી ઉત્પાદનોનો માથાદીઠ વપરાશ ઓછો રહેશે, અને કિંમતોમાં ઘટાડાથી આઈસ્ક્રીમ, ચીઝ અને માખણ જેવા ઉત્પાદનોની માંગ વધશે, જેનાથી ટર્નઓવર વધશે.
GSTમાં ચારને બદલે ફક્ત બે સ્લેબ22 સપ્ટેમ્બરથી, ફક્ત બે GST સ્લેબ રહેશે: ચારને બદલે 5% અને 18%. આનાથી સાબુ અને શેમ્પૂ જેવી આવશ્યક ચીજવસ્તુઓ, એર કંડિશનર અને કાર સસ્તી થશે. આ નિર્ણય GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે 3 સપ્ટેમ્બરે આ જાહેરાત કરી હતી. નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પરાઠા અને સહિત અનેક ખાદ્ય ચીજવસ્તુઓ GST મુક્ત રહેશે. વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમાને પણ કરમુક્તિ આપવામાં આવશે. દુર્લભ રોગો અને ગંભીર બીમારીઓ માટેની દવાઓ સહિત 33 જીવનરક્ષક દવાઓ પણ કરમુક્ત રહેશ. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર હવે 28%થી વધારીને 40% GST લાગશે. 350ccથી મોટા એન્જિનવાળી મધ્યમ અને મોટી કાર અને મોટરસાયકલ આ સ્લેબ હેઠળ આવશે.