Friday, Oct 24, 2025

શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે રાજનાથસિંહ સહિત આ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા

2 Min Read

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ૨૦૨૪ માટે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરી રહ્યા છે. આજે શુક્રવારે PM મોદી સાથે દાલ સરોવર ખાતે ૭ હજાર લોકો યોગ કરવાના હતા. પરંતુ શ્રીનગરમાં વરસાદ પડવાને કારણે PM મોદીના યોગ કાર્યક્રમનું આ વેન્યૂ બદલવામાં આવ્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે અને તેમણે આ ખાસ દિવસ પસંદ કર્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આ જગ્યાએ G-૨૦ કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે અહીં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

PM Yoga

તમને જણાવી દઈએ કે, ભારતની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. આ અવસર પર દેશના ખૂણે ખૂણે યોગ દિવસનો ઉત્સાહ ચરમસીમાએ છે. રાજનેતાઓની વાત કરીએ તો CM યોગીથી લઈને ધર્મેન્દ્ર પ્રધાન અને કિરણ રિજિજુથી લઈને એડી કુમારસ્વામી સુધીના લોકો પણ યોગ કરીને સ્વસ્થ રહેવાનો સંદેશ આપી રહ્યા છે. ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોણે ક્યાં ક્યાં યોગ કર્યા.

ગુજરાતમાં બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતના લોકોને અપીલ કરી.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમની આખી કેબિનેટ સાથે જયપુરના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોગ કર્યા હતા.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં યોગ કર્યા બાદ કહ્યું કે પીએમ મોદી કાશ્મીરમાં યોગ કરીને સંદેશ આપી રહ્યા છે. યોગ દરેકને શાંતિના માર્ગ પર ચાલવાનું શીખવે છે.

આ પણ વાંચો :-

Share This Article