અલ્લુ અર્જુનના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2 હાલ બોક્ષ ઓફીસ પર મોટા રેકોર્ડ્સ બનાવી રહી છે, ત્યારે સંધ્યા ટોકીઝ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન સામે વિરોધના સુર ઉઠી છે. ગઈ કાલે રવિવારે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં આવેલા અલ્લુ અર્જુનના ઘરે યુવકોના ટોળાએ તોડફોડ કરી હતી, પોલીસે 6 યુવકોની ધરપકડ કરી હતી. આજે સોમવારે આ છ આરોપીઓને શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં, કોર્ટે તમામને જામીન આપ્યા છે.
રિપોર્ટ અનુસાર, એક્ટર અલ્લુ અર્જુનના હૈદરાબાદના જુબલી હિલ્સ સ્થિત ઘરની બહાર રવિવારે ઉસ્માનિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થી પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને અલ્લુ અર્જુન વિરૂદ્ધ નારા લગાવ્યા હતા અને સજાની માંગ સાથે પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી હતી.
હૈદરાબાદ પોલીસનના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે હાથમાં પ્લેકાર્ડ લઇને કેટલાક લોકો અચાનક જ્યુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમાંથી એક કમ્પાઉન્ડ વોલ પર ચડી ગયો હતો અને અને ઘર પર ટામેટાં ફેંક્યા હતાં.
4 ડિસેમ્બર, 2024માં પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ માટે અલ્લુ અર્જુન પોતાની ટીમ સાથે સંધ્યા થિયેટર પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડ પણ અલ્લુ અર્જુનને જોવા માટે ભેગી થઇ હતી. અલ્લુ અર્જુન થિયેટરની અંદર ફિલ્મ જોઇ રહ્યો હતો આ દરમિયાન બહાર ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો 8 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બાદ અલ્લુ અર્જુન વિરૂદ્ધ કેટલાક લોકો પ્રદર્શન કરી રહ્યાં છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. અલ્લુ અર્જુન અત્યારે જામીન પર બહાર છે.
આ પણ વાંચો :-