Thursday, Oct 30, 2025

સંભલની જામા મસ્જિદ પર અલ્હાબાદ હાઈકોર્ટેનો મોટો ચુકાદો, જાણો કોર્ટે શું કહ્યું

2 Min Read

અલ્હાબાદ હાઈકોર્ટમાં સંભલની શાહી જામા મસ્જિદ અંગેની એક અરજી પર સુનાવણી કરવામાં આવી, જેમાં મસ્જિદ સમિતિએ કલરકામ કરાવવાની પરવાનગી માંગી હતી. આ મામલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રિપોર્ટને સંજ્ઞાનમાં લેતા, હાઈકોર્ટે હાલમાં ફક્ત મસ્જિદની માત્ર સફાઈને મંજૂરી આપી છે, પરંતુ કલરકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે મસ્જિદ સમિતિને કહ્યું કે તેઓ મંગળવાર સુધીમાં પોતાના વાંધા દાખલ કરી શકે છે, ત્યારબાદ કેસની આગામી સુનાવણી થશે.

વાત એમ છે કે મસ્જિદ સમિતિ વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં એક સિવિલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં મસ્જિદનું રંગરોગાન કરાવવાની પરવાનગી માંગવામાં આવી હતી. આના પર કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. ASI એ કોર્ટને પોતાનો જોઇન્ટ ઇન્સ્ટ્રકશન રિપોર્ટ સોંપતા જણાવ્યું કે મસ્જિદની હાલની સ્થિતિમાં, કોઈપણ પ્રકારનું રંગરોગાન કરાવવાની જરૂર નથી. રિપોર્ટ અનુસાર, મસ્જિદમાં એવી કોઈ માળખાકીય સમસ્યા નથી કે જેને સમારકામ કે રંગરોગાનની જરૂર હોય.

હાઈકોર્ટની સિંગલ બેન્ચ, જેમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલ સામેલ હતા, તેમણે મસ્જિદ સમિતિને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ સમયે ફક્ત સફાઈનું કામ કરાવી શકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું રંગરોગાન ન કરાવી શકે, સાથે જ મસ્જિદ પક્ષને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ મંગળવાર સુધી પોતાનો વાંધો દાખલ કરાવી શકે છે.

શું છે સમગ્ર મામલો
મામલાની વધુ વિગતો જોવામાં આવે તો, 1 માર્ચથી રમજાન શરૂ થઈ રહ્યો છે તે પહેલાં સંભલ મસ્જિદની સમિતિએ સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી કે તેઓ પરિસરમાં રંગરોગાન અને અન્ય અમુક મેન્ટેનન્સ કામ કરવા માંગે છે. જેમાં સાફસફાઈ, રિપેરિંગ, લાઇટિંગ વગેરે સામેલ છે.
આ મામલે 11 ફેબ્રુઆરીના રોજ ASPએ એક પત્ર લખીને માંગ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે મસ્જિદ એક સંરક્ષિત સ્મારક હોવાના કારણે પરવાનગી ફરજિયાત આર્કિયોલૉજિક સરવે ઑફ ઇન્ડિયા પાસેથી લેવાની રહેશે. ત્યારબાદ મસ્જિદ સમિતિ કોર્ટ પહોંચી હતી અને દલીલ કરી હતી કે તે દર વર્ષે આ પ્રકારે મેન્ટેનન્સ કામ કરતા આવ્યા છે અને આ વખતે પણ પરવાનગી આપવામાં આવે.
કોર્ટે આ મામલે હાલ ASIને સરવે કરવાનો આદેશ આપ્યો છે. તેના રિપોર્ટ બાદ કોર્ટ આગળ નિર્ણય લેશે.

Share This Article