ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. એપ્રિલ ૨૦૨૪માં અત્યાર સુધીમાં સૌથી વધુ GSTની આવક વસૂલાત થઈ છે આ આંકડો હવે રૂ. ૨.૧૦ લાખ કરોડને પાર કરી ગયો છે. વાર્ષિક ધોરણે કુલ આવકમાં ૧૨.૪ ટકાનો વધારો થયો છે.
રિફંડ પછી નેટ GST ₹૧.૯૨ લાખ કરોડ રહ્યો. જેમાં વાર્ષિક ધોરણે ૧૭.૧%નો વધારો થયો છે. એપ્રિલ, ૨૦૨૪ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST ને ₹૫૦,૩૦૭ કરોડ અને SGST ને ₹૪૧,૬૦૦ કરોડની પતાવટ કરી હતી. તમને જણાવી દઈએ કે માર્ચ ૨૦૨૪માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે ૧૧.૫ ટકાના વધારા સાથે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૩૬,૬૭૧ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. બીજી તરફ, કર્ણાટકમાંથી રૂ. ૧૫૯૭૮ કરોડ, ગુજરાતમાંથી રૂ. ૧૩,૩૦૧ કરોડ, ઉત્તર પ્રદેશમાંથી રૂ. ૧૨,૨૯૦ કરોડ, તમિલનાડુમાંથી રૂ. ૧૨,૨૧૦ કરોડ, હરિયાણામાંથી રૂ. ૧૨,૧૬૮ કરોડ, દિલ્હીમાંથી રૂ. ૭,૭૭૨ કરોડ, પશ્ચિમ બંગાળમાંથી રૂ. ૭,૨૯૩ કરોડ, તેલંગાણામાંથી રૂ. ૬,૨૩૬ કરોડ, ઓડિશામાંથી રૂ. ૫,૯૦૨ કરોડ, રાજસ્થાનમાંથી રૂ. ૫,૫૫૮ કરોડ, ઉત્તર પ્રદેશમાંથી રૂ. ૪,૮૫૦ કરોડ, આંધ્રપ્રદેશમાંથી રૂ. ૪,૭૨૮ કરોડ, છત્તીસગઢમાંથી રૂ. ૪,૦૦૧ કરોડ અને ઝારખંડમાંથી રૂ. ૩૮૨૯ કરોડ પ્રાપ્ત થયા છે.