Monday, Sep 15, 2025

નાયબ મુખ્યમંત્રી બનતાં જ અજિત પવારને મળી મોટી રાહત

2 Min Read

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના સાથે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે 2021માં 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિઓને મુક્ત કરી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર સામે બેનામી સંપત્તિ ધરાવવાના આરોપોને રદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

આ કેસ 7 ઓક્ટોબર, 2021 ના રોજ શરૂ થયો હતો. આવકવેરા વિભાગે ઘણી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં દસ્તાવેજો મળી આવ્યા હતા, જે કથિત રીતે બેનામી હોવાનું જણાયું હતું. આવકવેરા વિભાગે દાવો કર્યો કે, આ મિલકતોની માલિકી કથિત રીતે અજિત પવાર અને તેમના પરિવારની છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) નેતા અજિત પવારને મોટી રાહત આપતા આવકવેરા વિભાગે શુક્રવારે 2021ના બેનામી કેસમાં જપ્ત કરવામાં આવેલી તેમની તમામ મિલકત પરત કરવાનો આદેશ આપ્યો હતો.

અજિત પવાર અને તેમના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત પાટીલે ટ્રિબ્યુનલ સમક્ષ દલીલ કરી કે, તેમણે કોઈ ગુનો કર્યો નથી. પવાર પરિવારની નિર્દોષતાની દલીલ કરવા માટે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટના માળખા પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ મામલે કોઈ કાયદાકીય આધાર નથી. અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ ટ્રિબ્યુનલનો નિર્ણય આવ્યો.

આ પણ વાંચો :-

Share This Article