દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક તાજેતરના અભ્યાસથી જાણ થઈ છે કે તેનાથી આપણા સૌનું ચિંતિત થવું સ્વાભાવિક છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના ૧૦ શહેરોમાં દર વર્ષે ૩૩ હજાર લોકોના મોત વાયુ પ્રદૂષણના કારણે થઈ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર ભારતમાં સ્વચ્છ હવાના ધોરણ, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી વધુ છે પરંતુ ઘણાં શહેરોમાં નક્કી ધોરણોથી પણ ઘણુ વધુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની છે. જેના કારણે લોકો ઘણી બિમારીઓનો ભોગ બની રહ્યાં છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવાના ધોરણો કરતા વધારે છે, પરંતુ ઘણા શહેરોમાં પ્રદૂષણ, નિર્ધારિત ધોરણો કરતા અનેકગણું વધારે છે જે એક મોટી સમસ્યા છે. જેના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. અહેવાલ મુજબ દેશના ૧૦ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે ૩૩ હજાર લોકોના મૃત્યુ થઇ રહ્યા છે જે શહેરોમાં અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસીનો સમાવેશ થાય છે. આ અભ્યાસ ૨૦૦૮થી ૨૦૧૯ વચ્ચે કરવામાં આવ્યો હતો.
દિલ્હી બાદ સૌથી વધુ મોત વારાણસીમાં થયા છે, જ્યાં દર વર્ષે ૮૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે કુલ મોતની સંખ્યાના ૧૦.૨ ટકા છે. બેંગ્લુરુમાં ૨,૧૦૦, ચેન્નઈમાં ૨૯૦૦, કોલકાતામાં ૪૭૦૦ અને મુંબઈમાં લગભગ ૫૧૦૦ લોકોના મોત દર વર્ષે વાયુ પ્રદૂષણના કારણે થયા છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી ઓછુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું છે. જોકે હજુ પણ પહાડી શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર એક જોખમ જેવું છે. શિમલામાં દર વર્ષે ૫૯ મોત થયા છે, જે કુલ મોતના ૩.૭ ટકા છે. આ રિપોર્ટ સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલાબોરેટિવ, અશોકા યુનિવર્સિટી, સેન્ટર ફોર ક્રોનિક ડિસીઝ કંટ્રોલ, સ્વીડનની કેરોલિન્સ્કા સંસ્થા, હાર્વર્ડ અને બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-