એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરતથી ગોવા માટે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ 30 માર્ચથી પ્રારંભ થશે. નવી સેવા દ્વારા સુરત અને બેંગ્લોર વચ્ચે પણ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. ફ્લાઈટ સાંજે 7:30 વાગ્યે સુરતથી ટેક ઓફ કરશે અને રાત્રે 9:25 વાગ્યે ગોવા પહોંચશે. ટિકિટનો ભાડું આશરે 5,800 રૂપિયા રહેશે. એરલાઇન્સ દ્વારા બુકિંગની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
સુરતથી ગોવા પહોંચાડતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટ સાંજે 7:30 વાગ્યે સુરતથી ટેક ઑફ કરશે અને 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરૂ સુધી થશે, જેથી સુરત-બેંગલુરૂ વચ્ચે ગોવામાં એક સ્ટોપ લેવામાં આવશે. જેના કારણે ફ્લાઇટ ચેન્જ ન કરવી પડે. બેંગલુરૂથી બપોરે 3:45 કલાકે આ ફ્લાઇટ ટેક ઑફ કરશે અને સાંજે 7:20 કલાકે સુરત પહોંચશે. સુરતથી આ ફ્લાઇટ સાંજે 7:50 કલાકે ટેકઑફ કરશે અને રાત્રે 11:25 કલાકે લેન્ડ થશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત-ગોવાની ડેઇલી ફ્લાઇટ ઇન્ડિગો ઓપરેટ કરી રહી છે તેમજ એક વીકલી ફ્લાઇટ ઓપેરટ કરી રહી છે, ત્યારે હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ ત્રીજી ફ્લાઇટ શરૂ કરવાની છે. આ ઉપરાંત આગામી 28 માર્ચથી સમર શેડ્યુલ અમલમાં આવશે. જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી અનેક ફ્લાઇટો શરૂ થઈ શકે છે.