Tuesday, Dec 9, 2025

એર ઈન્ડિયાના વિમાનનો રનવે પરથી ખસી જવાનો બનાવ, તમામ મુસાફરો સુરક્ષિત

1 Min Read

આજે સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. કેરળના કોચીથી આવવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2744 A320એ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ટચડાઉન બાદ વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. અહેવાલ મુજબ વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા છે અને એન્જીનને પણ નુકશાન પહોંચ્યું છે. સદભાગ્યે જાનહાની ટળી હતી, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સલામત છે.

ટાટા ગ્રુપની સહ માલિકીની એરલાઈન એર ઇન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં એરલાઈને જણાવ્યું, “21 જુલાઈ 2025 ના રોજ કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ AI2744ના લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદને કારણે વિમાન રનવે પર ઉતરી ગયું હતું. જો કે વિમાન સુરક્ષિત રીતે ગેટ સુધી પહોંચી ગયું હતું, અને બધા મુસાફરો અને ક્રૂ સભ્યો નીચે ઉતરી ગયા હતાં. વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.”

કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે CSMIA ખાતેની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. આ ઈમરજન્સી લેન્ડીંગને કારણે એરપોર્ટના મુખ્ય રનવે 09/27 ને સામાન્ય નુકસાન પહોંચ્યું છે, હાલમાં તેનું નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ કામગીરીને હાલ અસ્થાયી રૂપે સેકન્ડરી રનવે 14/32 પર શિફ્ટ કરવામાં આવી છે.

Share This Article