આજે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-159 કેન્સલ કરી દેવાઈ છે. એર ઈન્ડિયાએ ટેકનિકલ ફોલ્ટ જણાતાં સત્વરે ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ફ્લાઈટ કેન્સલ થતા યાત્રાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લંડન જઈ રહેલા પેસેન્જર્સ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. જો કે સમયસર ટેકનિકલ ફોલ્ટ ધ્યાને આવતા ફરીથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
ટેકનિકલ ફોલ્ટને લીધે ફ્લાઈટ કેન્સલ
12મી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડ્સમાં જ ધડાકાભેર સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બાદ એર ઈન્ડિયા હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા લાગ્યું છે. આજે 17મી જૂને ફરીથી અમદાવાદથી લંડન જતી ફલાઈટ AI-159 માં ટેકનિકલ ફોલ્ટ જણાતા ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે. ટેકઓફના ગણતરીના કલાકો અગાઉ જ આ ટેકનિકલ ફોલ્ટ ધ્યાને આવતા આખી ફ્લાઈટ જ કેન્સલ કરી દેવાઈ છે. સમયસર લીધેલા નિર્ણયને લીધે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અનેક નિર્દોષોનો જીવ બચ્યો છે.