Thursday, Oct 23, 2025

જામનગરમાં ધડાકા સાથે એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાઈલટનું મોત

1 Min Read

જામનગર જિલ્લાના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવના પગલે વિમાન ક્રેશ થયું, તેની આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી છે. જ્યારે એકનું મોત થયું હોવાનું માલૂમ પડ્યું છે.

સમગ્ર મામલે જામનગર એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે આ ફાઈટર પ્લેનમાં 2 પાયલટ હાજર હતા. જોકે સમગ્ર મામલે 1 પાયલટના મોતની આશંકા સેવાઈ રહી છે. જ્યારે અન્ય 1 પાયલટ ગંભીર રીતે ઘાયલ છે જેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનનાં ટુકડે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્ર પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યું હતું. જેમા તંત્ર દ્વારા પણ પરિસ્થિતીને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવેલા.

ફાઈટર પ્લેનના અનેક ટુકડાઓ થયા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા. હાલ તંત્ર પણ તાત્કાલિક સ્થળ પણ દોડી આવ્યું છે. આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. SP, કલેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડતો થયો છે. સાથે ફાયર વિભાગની ટીમ પણ રવાના થઈ ગઈ છે.

Share This Article