Tuesday, Feb 24, 2026

ઝારખંડથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ જંગલમાં ક્રેશ, અંદર બેઠા હતા 7 લોકો

2 Min Read

ઝારખંડથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ વિમાન ચતરામાં ક્રેશ થયું. તે એક એર એમ્બ્યુલન્સ હતી. વિમાનમાં સાત લોકો સવાર હતા. રેડબર્ડ એરવેઝ બીક્રાફ્ટ કિંગ એર B90L મેડિકલ ચાર્ટર ફ્લાઇટમાં સાત લોકો સવાર હતા, જેમાં એક દર્દી, એક ડૉક્ટર, એક પેરામેડિક, એક એટેન્ડન્ટ અને એક ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.સોમવારે સાંજે 7:11 વાગ્યે રાંચીથી ફ્લાઇટ ઉડાન ભરી હતી. સવારે 7:34 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડા સમય પછી, વિમાન ઝારખંડના ચતરા જિલ્લાના સમરિયામાં ક્રેશ થયું.

એક ખાનગી Beechcraft King Air C90 વિમાન (રજિસ્ટ્રેશન: VT-AJV) Ranchiના બિરસા મુંડા એરપોર્ટથી દિલ્હીના ઈંદિરા ગાંધી એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. વિમાને રાંચીથી સાંજના 7.11 કલાકે ઉડાન ભરી હતી. આ વિમાન 7.34 કલાકની આસપાસ અટાલી નામના વિસ્તાર પાસેથી તેનો સંપર્ક તૂટી ગયો. છેલ્લે આ વિમાનનો સંપર્ક VEC કંટ્રોલ સાથે થયો હતો. વારાણસી એર ટ્રાફિક કંટ્રોલથી વિમાનનો કોઈ સંપર્ક થયો નહીં. તે પછી 8.05 કલાકે રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટરને એક્ટિવ કરી દીધું. એટલે કે શોધ અને બચાવની પ્રક્રિયા શરૂ કરી દીધી.

વિમાનનું છેલ્લુ લોકેશન લાતેહાર અને પલામૂ વચ્ચે આવેલા ગાઢ જંગલ અને પહાડી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તે સમયે વિસ્તારમાં અચાનક હવામાન ખરાબ થઈ ગયું. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો હતો. શંકા છે કે આ ખરાબ દ્રશ્યતાના કારણે વિમાન પોતાનો રસ્તો ભટકી ગયું અથવા કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. લાતેહાર અને પલામૂ આ વિસ્તાર ખૂબ જ ગાઢ જંગલવાળો છે. જેનાથી સર્ચ ઓપરેશનમાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે.

Share This Article