અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડીરાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બનતા એક વ્યકિતનું મોત નિપજ્યું છે. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું હતું. કલ્પેશના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે દિશામાં તપાસ શરૂ થઇ છે.
અમદાવાદના બોપલમાં શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, શેરબજારનું કામ કરતા યુવક પર ફાયરિંગ કર્યુ છે, તો પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ રૂપિયાની લેતીદેતીમાં થયું હોવાની શંકા સેવાઈ રહી છે, યુવક પર ફાયરિંગ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મૃત્યુ થયું છે, બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે, મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસ બીજા એન્ગલથી પણ તપાસ કરી રહી છે. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.