Wednesday, Oct 29, 2025

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે GST ફ્રોડ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી

1 Min Read

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રવિવારે નકલી કંપનીઓ બનાવી GSTની છેતરપિંડીના કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ પણ પત્રકાર મહેશ લાંગા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમ, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની સંખ્યા હવે આઠ થઈ ગઈ છે.

Ahmedabad Crime Branch arrested the accused with 7 weapons and two dozen cartridges from the city | અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: શહેરમાંથી 7 હથિયાર અને બે ડઝન કારતુસ સાથે ...

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ ધ્રુવી એન્ટરપ્રાઈઝ કંપની સાથે સંકળાયેલા છે. જેમાં ફૈઝલ શેખ, ઈરફાન જેઠવા, જીગ્નેશ દેસાઈનો સમાવેશ થાય છે. તે પૈકી ભાવનગરમાં રહેતા ઈરફાન જેઠવા ધ્રુવી એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર છે. ફૈઝલ ​​શેખ પણ ભાવનગરનો રહેવાસી છે અને તેણે આ કંપનીની ફાઇલ ફોરવર્ડ કરી હતી. જીગ્નેશ દેસાઈ પણ ભાવનગરમાં રહે છે. તે ધ્રુવી એન્ટરપ્રાઇઝનું બેંક એકાઉન્ટ ઓપરેટ કરતો હતો. આ કેસમાં અન્ય એક નકલી કંપની પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝના માલિક પરેશ ડોડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. તે રાજકોટ જિલ્લાના ગોંડલનો રહેવાસી છે.

 સેન્ટ્રલ GST ડિરેક્ટોરેટ પાસેથી મળેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની EOW અને SOG ટીમોએ અમદાવાદ સહિત રાજ્યભરમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં 200 નકલી કંપનીઓ બનાવીને ટેક્સની ઉચાપત કરીને સરકાર સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article