અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત થયું છે, જેમાં પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે, ત્યારબાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત
પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, બોડકદેવ વિસ્તારમાં દંપતિનું ફાયરિંગથી મોત થતા આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા, જજીસ બંગલો ચાર રસ્તા પાસે NRI ટાવરમાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે અને મૃતક દંપતિના બે મહિના અગાઉ લગ્ન થયા હતા અને પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.
પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી
પરિવારમાં અન્ય સભ્યોના પણ પોલીસે નિવેદન લીધા છે અને જે પિસ્તલથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તેનું લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં બન્ને મૃતકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, અને એફએસેલની ટીમ પણ સ્થળ પર છે.
શહેરમાં વધુ એક હત્યા
અમદાવાદના અસલાલી વિસ્તારમાં પીરાણા રોડ ઉપર ક્રોંકીટ પ્લાન્ટમાં રૂપિયા લેતી દેતીમાં તકરાર થઇ હતી. જેમાં સહ કર્મચારીએ માથામાં ટિફીન મારતાં ગંભીર હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવાનું કામ ચાલું છે. શીલજ ગામમાં રહેતા અને કમોડ-પીરાણા રોડ ઉપર કોમનપ્લસ નામના ક્રોકીટ પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે અસલાલી પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના યોગેશકુમાર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ મોડી રાતે આરોપી અને ઉત્તર પ્રદેશના વતની અને સાથે નોકરી કરતા સુનિલકુમાર વચ્ચે ખર્ચના રૂપિયા લેવા બાબતે તકરાર થઇ હતી.