ભારતે પોતાના પરાક્રમ અને તકનીકી શક્તિનો પ્રદર્શન કરતા અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિશનને “દિવ્યાસ્ત્ર” નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે બેલેસ્ટિક મિસાઈલો સીધી દિશામાં આગળ વધે છે, પરંતુ આ વખતે અગ્નિ-5 મિસાઈલે ઉડાન દરમિયાન અદભૂત રીતે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, જે વિશ્વના રક્ષણ નિષ્ણાતોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.અગ્નિ-5 ભારતની સૌથી લાંબી રેન્જની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) છે, જે 5000થી 8000 કિમી સુધીનો વિસ્તાર કવર કરી શકે છે. તે 50 ટન વજન ધરાવે છે અને 1.5 થી 2 ટન સુધીનો પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. મેક 24 (29,400 કિમી/કલાક)ની ઝડપે પહોંચતી આ મિસાઈલ ચીનના ઉત્તરીય ભાગો તથા યુરોપના કેટલાક વિસ્તારોને પણ ટાર્ગેટ કરી શકે છે.
આ મિસાઈલમાં MIRV ટેકનોલોજીનો સમાવેશ થયો છે, જેના કારણે એક જ મિસાઈલ એકસાથે અનેક લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે. DRDOએ હળવા કંપોઝિટ મટીરિયલ, એડવાન્સ એવિઓનિક્સ અને સચોટ સેન્સર્સનો ઉપયોગ કરીને તેને વધુ ઝડપદાર અને શક્તિશાળી બનાવી છે. સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે.વિશ્વના થોડાક દેશો – અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે – પાસે જ આ ટેકનોલોજી છે, અને હવે ભારત પણ તે ક્લબમાં જોડાઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ ઐતિહાસિક મિશનમાં ભારતીય મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે.
આ સિદ્ધિએ માત્ર ભારતની ન્યુક્લિયર ડિફેન્સ ક્ષમતાને મજબૂત બનાવી નથી, પરંતુ ચીન જેવા પડોશી દેશો સામે ભારતની તાકાતને નવા સ્તરે પહોંચાડી છે.