સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશને ટૂંક સમયમાં Air Taxiની પણ ભેટ મળવા જઈ રહી છે. એવા અહેવાલ છે કે ઉડ્ડયન મંત્રાલયે અર્બન એર મોબિલિટી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. જો કે સરકાર તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૬ સુધીમાં ભારતને Air Taxiના મામલે મોટા સમાચાર મળી શકે છે.
એક અહેવાલ મુજબ, ડીજીસીએએ દેશમાં Air Taxi ફ્લાઈટ્સ માટે રોડમેપ તૈયાર કરવા માટે ઘણી ટેકનિકલ સમિતિઓની રચના કરી છે. ઈ-વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એટલે કે eVTOL સંબંધિત નિયમો તૈયાર કર્યા પછી, ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (IGE) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ શરૂ કરશે. IGE અમેરિકન Air Taxi કંપની આર્ચર એવિએશન સાથે મળીને કામ કરવા જઈ રહી છે. અખબાર સાથે વાત કરતા આ મામલાના નિષ્ણાતોએ કહ્યું, ‘ડીજીસીએએ Air Taxi સંબંધિત વિવિધ પાસાઓ પર માહિતી એકત્ર કરવા માટે ઘણી પેનલની રચના કરી છે. તેમાં એર નેવિગેશન, જે રૂટ પર Air Taxiઓ ઓપરેટ કરશે, સેફ્ટી અને વર્ટીપોર્ટ્સ સંબંધિત ધોરણોનો સમાવેશ થાય છે.
અહેવાલ પ્રમાણે એર ટેક્સીની શરૂઆત દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં વર્ષ ૨૦૨૬ સુધીમાં થઈ જશે. ત્યારબાદ ચેન્નાઈ અને હૈદરાબાદમાં આ સેવાની શરૂઆત થશે. આર્ચર્સના CEO નિખિલ ગોયલે જણાવ્યું કે, એર ટેક્સીનું ભાડું કેબ સર્વિસ Uber કરતા થોડું જ વધારે હશે. ઉદાહરણ તરીકે દિલ્હીથી ગુડગાંવ જવામાં Uberનું ભાડું રૂ. ૧,૫૦૦થી ૨,૦૦૦ થાય છે. એર ટેક્સીમાં ૧.૫% થશે અને તે ૨,૦૦૦થી ૩,૦૦૦ સુધી જઈ શકે છે. મહત્વની વાત એ છે કે, એર ટેક્સીની મદદથી યાત્રી દિલ્હીથી ગુડગાંવનું અંતર માત્ર ૭ મિનિટમાં કાપી શકશે. તેનો એક રૂટ બાંદ્રાથી કોલાબા પણ હોઈ શકે છે. ભારતમાં Air Taxi સંબંધિત તમામ કામ વર્ષ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચો :-