રાજકોટ અગ્નિકાંડ બાદ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

Share this story

રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પરશોત્તમ રૂપાલા અને સાંસદ રામ મોકરિયા પીડિતો સાથે મુલાકાત કરી સાથે જ તેઓને પડતી મુશ્કેલીઓ પણ સાંભળી. જેમાં રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે સમગ્ર દુર્ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થશે અને અધિકારીઓનું સસ્પેનશન માત્ર કાર્યવાહીનો એક ભાગ છે. SITના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે તેવો પણ દાવો રૂપાલાએ કર્યો હતો.

ચૂંટણી સમયે હું રાજકોટમાં જ તમારા વચ્ચે રહીને સેવા કરીશ તેવા દાવા કરનારા રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અગ્નિકાંડ સમયે લોકોને એકલા મુકીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગયા હતા. લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉધડો લેતા રૂપાલાએ ફરી રાજકોટ પરત આવવું પડ્યું હતું. રૂપાલા ગેમઝોન અગ્નિકાંડના ૭૨ કલાક પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

રાજકોટના નવા પોલીસ કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ચાર્જ સાંભળતાની સાથે જ CPએ સિવિલમાં બેઠક કરી. બેઠકમાં રાજકોટ શહેર કલેક્ટર પ્રભવ જોશી પણ હાજર રહ્યા હતા. સાંસદ રામ મોકરિયા અને પરશોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા.

વિરોધ થયા બાદ ભાજપના નેતા રૂપાલાએ બચાવ કરતા કહ્યું કે, ‘જે દિવસે ઘટના બની તેના બીજા દિવસે સવારે હું આઠ વાગ્યાથી અહીં જ હતો. માત્ર ઘટનાસ્થળે નહતો. તંત્ર સાથે સતત સંપર્કમાં હતો અને તમામ બાબતમાં સંકળાયેલો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે સૌથી પહેલા હું જ તેમને મળ્યો હતો.

આ પણ વાંચો :-