સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સર્જાયેલા તણાવને જોતા સુરતમાં ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જન માટે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ત્યારે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનના બંને તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 15,000 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે. આ દરમિયાન સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાંપતી નજર રાખવામાં આવશે.
સુરત પોલીસ કમિશનર જણાવ્યું છે કે, ‘સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના 15,000 જવાનો તહેનાત કરી દેવાયા છે. આ સાથે સ્ટેટ રિઝર્વ પોલીસની 11 કંપની અને રેપિડ એક્શન ફોર્સની એક કંપનીનો બંદોબસ્ત રહેશે. રૂટ પરના 400 ધાબામાં પોલીસ તહેનાત કરાઈ છે. 12 ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
લગભગ 550 એસપી-ડીએસપી રેન્કના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 125 વિડિયો કેમેરાની સાથે 900 સૈનિકો બોડી વર્ન કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરશે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે આ દરમિયાન અમે અસામાજિક તત્વોને પણ ઓળખી રહ્યા છીએ અને કાર્યવાહી કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હિંસા બાદ બંને સમુદાયો સાથે બેઠક પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પથ્થરબાજો સામે કાર્યવાહી કરવા પોલીસ ચોકીનો ઘેરાવ કરી રહેલા હિન્દુ સમાજના લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. આ કેસમાં પોલીસે અલગ-અલગ કેસમાં 33 લોકોની ધરપકડ પણ કરી હતી. આવી સ્થિતિમાં મંગળવારે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનના જુલુસને લઈને સુરત પોલીસ સંપૂર્ણ સતર્ક છે
આ પણ વાંચો :-