Monday, Dec 8, 2025

હરિયાણા બાદ હવે આ ત્રણ રાજ્યમાં યોજાશે ચૂંટણી

3 Min Read

હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન 15 વર્ષ બાદ સરકાર બનાવવા જઇ રહ્યું છે. બીજી તરફ હરિયાણામાં ભાજપે રેકોર્ડ ત્રીજી વખત સત્તામાં વાપસી કરી છે. હરિયાણાની રચના બાદથી અત્યાર સુધી કોઇ પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવી શકી નથી. હવે ચાર મહિનામાં ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં ચૂંટણી યોજાશે.

Safeguarding democracy: The Election Commission of India @75

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024 અને ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025માં સમાપ્ત થઇ રહ્યો છે. ચૂંટણી પંચ દશેરા બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. 6 રાજ્યની 28 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત પણ સાથે થઇ શકે છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કૂલ 288 બેઠક છે. બહુમત માટે 145 બેઠકની જરૂર પડે છે. સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે 201 બેઠક છે. ભાજપ પાસે સૌથી વધુ 103, શિવસેના 37, NCP 39, નાના પક્ષ 9 અને અપક્ષના 13 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ મહાવિકાસ અઘાડી પાસે કૂલ 67 બેઠક છે. જેમાં કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) પાસે 37-37 બેઠક છે. જ્યારે શરદ પવારની NCP પાસે 13 બેઠક, શેકાપ પાસે 1 અને એક સ્વતંત્ર પાર્ટીનું સમર્થન છે. અન્ય પાર્ટીમાં MIMના 2, સમાજવાદી પાર્ટીના 2 અને CPI (M)ના એક ધારાસભ્ય છે.

ઝારખંડ વિધાનસભામાં કૂલ 81 બેઠક છે જેમાંથી બહુમત માટે 41 બેઠકની જરૂર પડે છે.સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે કૂલ 47 બેઠક છે. જેમાંથી JMM 27, કોંગ્રેસ 18, RJD 1 અને CPI (M) પાસે 1 બેઠક છે. NDA ગઠબંધન પાસે 28 બેઠક છે જેમાંથી ભાજપ પાસે 24, આજસુ 3 અને NCP (AP)ની એક બેઠક છે. અન્ય પાર્ટીમાં અપક્ષના 2 જ્યારે અન્ય પાર્ટીના 4 ધારાસભ્ય છે.

આગામી સમયમાં 6 રાજ્યની 28 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાઇ શકે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10, રાજસ્થાનમાં 6, પંજાબમાં 5, બિહારમાં 4, મધ્ય પ્રદેશમાં 2 અને છત્તીસગઢમાં એક બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમાંથી પંજાબ છોડીને તમામ જગ્યાએ ભાજપ સત્તામાં છે.

દિલ્હીમાં પણ આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠક છે અને બહુમત માટે 36 બેઠક જરૂરી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આપ પાસે 59 ધારાસભ્ય છે. જ્યારે ભાજપ પાસે 7 અને ખાલી બેઠક 4 છે.

આ પણ વાંચો :-

Share This Article