Saturday, Sep 13, 2025

Ghibli બાદ હવે Google Geminiથી બનાવો 3D ટ્રેન્ડિંગ ફોટો, મુખ્યપ્રધાને પણ બનાવ્યું 3D પૂતળું

3 Min Read

ગૂગલ જેમિની એ તાજેતરમાં નેનો બનાના એઆઈ ટૂલ રજૂ કર્યું છે, જે 3D ફિગરિન(પૂતળાં) બનાવી શકે છે. આ ટૂલ લોન્ચ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. 3D મિનિએચર ખાસ કરીને Gen Z માં લોકપ્રિય બન્યા છે.

ગૂગલ જેમિનીએ તાજેતરમાં નેનો બનાના એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ દ્વારા યુઝર્સ 3D પૂતળાં બનાવી શકે છે. ગૂગલનું આ એઆઈ ફીચર જનરલ ઝેડ યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. આ 3D પૂતળાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ આ 3D છબીઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરી રહ્યા છે. જો તમે પણ ગૂગલ જેમિનીના આ નવા એઆઈ ફીચરનો ઉપયોગ કરીને 3D પૂતળાં બનાવવા માંગો છો, તો તે ખૂબ જ સરળ છે.

નેનો બનાના એઆઈ શું છે?
ગૂગલે તેના એઆઈ ચેટબોટ જેમિની 2.5 માં એક નવું ફ્લેશ ઇમેજ ટૂલ ઉમેર્યું છે, જેનું નામ નેનો બનાના 3D ફિગરીન છે. તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા 3D ફિગરીન જોવા મળશે. ગૂગલનું આ અદ્યતન મોડેલ ખૂબ જ બારીકાઈથી 3D ફિગરીન રજૂ કરે છે. આ દ્વારા બનાવેલા મિનિએચર્સમાં ચહેરાના એક્સપ્રેશન, ક્લોથિંગ અને બેકગ્રાઉન્ડ એલિમેન્ટ એકદમ વાસ્તવિક લાગે છે. આ જ કારણ છે કે તે યુઝર્સમાં, ખાસ કરીને જનરલ ઝેડમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.

ગૂગલનું આ AI ટૂલ ફ્રી-ટુ-યુઝ છે, જેના કારણે તે વપરાશકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તાજેતરમાં, આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા સહિત ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના 3D વર્ઝન શેર કર્યા, જેના પછી ગૂગલનો આ નેનો બનાના ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે.

3D ફિગરિન(પૂતળા) કેવી રીતે બનાવવા?

  • સૌથી પહેલા તમે Google AI સ્ટુડિયોની વેબસાઇટ અથવા Google Gemini એપ્લિકેશન પર જાઓ
  • અહીં તમને Nano Banana છબી બનાવવાનો વિકલ્પ દેખાશે. તમે તમારી જે પણ તસવીરનું 3D ફિગરિન બનાવવા માંગતા હો તેને અપલોડ કરો
  • Google Gemini ની વિંડોમાં, તમારે 3D પૂતળા બનાવવા માટે કેટલાક કમાન્ડ આપવાના રહેશે અને તમારી HD એટલે કે ઉચ્ચ રીઝોલ્યુશન છબી અપલોડ કરવી પડશે.
  • જે વિંડોમાં તમે કમાન્ડ લખો છો તેની સાઇટ પર એક + આઇકોન છે, તેના પર ટેપ કરીને અથવા ક્લિક કરીને, તમે તસવીર અપલોડ કરી શકો છો.
  • જેમ જેમ તમે Run and Enter બટન પર ટેપ કરો છો અથવા ક્લિક કરો છો, તમારા કમાન્ડના આધારે 3D પૂતળા બની જશે
    કમાન્ડ શું છે?

સામાન્ય રીતે, સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ટ્રેન્ડ માટે તસવીર અપલોડ કરવાની સાથે તમારે કેટલાક કમાન્ડ આપવા પડશે. તમે જે પણ પ્રકારની તસવીર ઈચ્છતા હોવ એનું વર્ણન લખશો એટલે એવા જ બેકગ્રાઉન્ડ સાથે તમારી તસવીર બનશે. જોકે હાલમાં ટ્રેન્ડમાં કમ્પ્યુર થીમ વધારે ટ્રેન્ડમાં છે. તમે જેવી 3D તસવીર બનાવવા માંગતા હોય એવી જ તસવીર કમાન્ડના આધારે બનાવી શકો છો. તમે Google Gemini નો ઉપયોગ કરીને મનગમતી 3D તસવીર બનાવી શકો છો.

Share This Article