દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર વરસાદના કારણે કેનોપી તૂટી

Share this story

હાલમાં સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં હોર્ડિંગ્સ તૂટવાના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ ૨૦૨૩ માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૧૪૦૦ કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ૧૧ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધી વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભારે પવન ફૂંકાતા રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી અને પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી જવા પામી છે. આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર ૧ ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોન સિસ્ટમ સક્રિય છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામન વિભાગે એ પણ કહ્યું છે કે આગામી ૫ દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ દક્ષિણ ગુજરાત માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

આ પણ વાંચો :-