રાજન શાહીનો લોકપ્રિય શો ‘અનુપમા’ સિરિયલમાં 15 વર્ષનો લીપ આવ્યો છે. આવી સ્થિતિમાં તેના ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ અનુસાર સ્મૃતિ ઈરાની પોસ્ટ જનરેશન લીપનો હિસ્સો હશે. જો આ અહેવાલો સાચા સાબિત થશે તો સ્મૃતિ 15 વર્ષના અંતરાલ પછી ટેલિવિઝન પર પાછા ફરશે.

શું ‘અનુપમા’ સાથે સ્મૃતિ ઈરાની નાના પડદા પર વાપસી કરશે? મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, સ્મૃતિ ઈરાની ટીવી પર કમબેક કરવા જઈ રહ્યા છે. તે ટીવી શો ‘અનુપમા’ દ્વારા વર્ષો પછી નાના પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં ચાહકો એ પણ અનુમાન લગાવી રહ્યા છે કે શું સ્મૃતિ આ શોમાં અનુપમા (રુપાલી ગાંગુલી)નું સ્થાન લેશે કે પછી નવા પાત્રમાં જોવા મળશે. જો કે, હજુ સુધી સ્મૃતિએ ‘અનુપમા’માં તેની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, ન તો મેકર્સ દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે.
રાજકારણમાં આવતા પહેલા તેમણે ગ્લેમરની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. પછી ધીમે-ધીમે તેમનું નસીબ ફળી ગયું. તેને 2000માં ટીવી સીરિયલ ‘આતિશ’ અને ‘હમ હૈ કલ આજ ઔર કલ’માં કામ કરવાની તક મળી હતી. જોકે, તેમને એકતા કપૂરની સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી ઓળખ મળી હતી. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
સ્મૃતિ ઈરાની બાળપણથી જ RSSનો હિસ્સો રહ્યા છે. તેમના દાદાજી RSS સ્વયંસેવક હતા અને માતા જન સંઘી હતા. 2003માં BJP જોઈન કર્યા બાદ સ્મૃતિ 2004માં મહારાષ્ટ્ર યુથ વિંગની વાઈસ પ્રેસિડન્ટ બન્યા. 2004માં દિલ્હીના ચાંદની ચોક સીટ પરથી કોંગ્રેસના કપિલ સિબ્બલની વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. વર્ષ 2010માં સ્મૃતિ BJPના રાષ્ટ્રીય સચિવ અને મહિલા વિંગના અધ્યક્ષ બન્યા. વર્ષ 2014માં યુપીની અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીની સામે લોકસભા લડ્યા પરંતુ અહીં પણ હારી ગયા. તેમ છતાં મોદીએ તેમને કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી બનાવ્યા.
આ પણ વાંચો :-