Saturday, Nov 1, 2025

સુરત-અમદાવાદ-રાજકોટના નવા વિસ્તારોમાં BRTS ન ચલાવવાનો તંત્રનો નિર્ણય

1 Min Read

બીઆરટીએસમાં મુસાફરી કરતાં લોકો માટે માઠા સમાચાર છે. બીઆરટીએસ માટે હવે નવા કોરિડોર નહીં બને. સુરત ઉપરાંત રાજકોટ અને અમદાવાદના નવા વિસ્તોરમાં બીઆરટીએસની સુવિધાનો લાભ નહીં મળે. તંત્ર દ્વારા તેનું વિસ્તરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

બીઆરટીએસના નવા કોરિડોર બનાવવાની કામગીરી કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે. તેને મિક્સ ટ્રાફિકમાં જ દોડાવવામાં આવી રહી છે. છેલ્લે અમદાવાદના બોપલ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર બન્યો હતો. જે બાદ નવો કોરિડોર બન્યો નથી. સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવાતા નથી. મિક્સ ટ્રાફિકમાં જ બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે.

અમદાવાદમાં બીઆરટીએસ શરૂ કરવામાં આવી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવાયા હતા. બસો ઝડપથી અને સરળતાથી પસાર થાય તે માટે કોરિડોર બનાવવામાં આવ્યા હતા. તેમજ અલગથી સિગ્નલ પણ આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

Share This Article