હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી એપિસોડમાં સેબીના વડા પર સીધો આરોપ મૂકયા બાદ સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન મુખ્ય ભારતીય બેન્ચમાર્કમાં ઘટાડા સાથે વેપાર જોવા મળ્યો હતો. જ્યારે અદાણી ગ્રુપના શેરમાં 7%નો ઘટાડો થયો હતો. અદાણીના શેર્સ તુટતા રોકાણકારોને રૂ.53000 કરોડનો ધુંબો લાગ્યો છે. અદાણી ગ્રુપના ૧૦ શેર્સની વેલ્યુ ઘટીને 16.7 લાખ કરોડ થઇ છે.

સવારે 10.18 વાગ્યે સેન્સેક્સ 430 પોઈન્ટ ઘટીને 79,275 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 148 પોઈન્ટ ઘટાડા સાથે 24,218 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ શોર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચે સેબીના વડા માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી ગ્રૂપના શેરને વધારવા માટે ઉપયોગમાં લેવાતા ઓફશોર ફંડ્સમાં રોકાણ કરવાનો આરોપ મૂકયો છે. જો કે, બુચ દંપતીએ આરોપોને નકારી કાઢયા છે અને કહ્યું છે કે નિયમો અનુસાર રોકાણની તમામ માહિતી જાહેર કરવામાં આવી છે.
હિંડનબર્ગના નવા અહેવાલે અદાણી ગ્રુપના શેરોમાં હલચલ મચાવી દીધી છે. શરૂઆતના વેપારમાં અદાણી પાવર 9 ટકાથી વધુ ઘટયો હતો. અદાણી વિલ્મરમાં ૬ ટકાથી વધુનો ઘટાડો છે. તે જ સમયે, અદાણી ગ્રુપના બેન્ચમાર્ક સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝમાં પણ 3.17 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ 7 ટકાથી વધુ ઘટયો છે. અદાણી એનર્જી સોલ્યુશનમાં પણ લગભગ સાડા ચાર ટકાનો ઘટાડો છે. ACCમાં 1.83 ટકા અને અંબુજા સિમેન્ટમાં 1.54 ટકાનો ઘટાડો છે. અદાણી ગ્રીન એનર્જી 3.61% ઘટી છે.
આ પણ વાંચો :-