ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 127.3 કિલોગ્રામ સોનાની દાણાચોરીના ગાજવીજ ભરેલા કેસમાં દક્ષિણ ભારતની અભિનેત્રી રાન્યા રાવ સહિત અનેક આરોપીઓને નોટિસ પાઠવી છે. આ કેસમાં આરોપીઓએ સોનાની દાણાચોરી દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે સોનું લાવીને માર્કેટમાં ફેરવ્યું હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન આરોપીઓ સામે અંદાજે ₹102.55 કરોડનો દંડ વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, DRIની ટીમે બેંગલુરુ સ્થિત મધ્યસ્થ જેલમાં જઈને નોટિસ સુપરત કરી હતી. જો આરોપીઓ દંડની ચુકવણી કરવામાં નિષ્ફળ જશે તો તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર કેસ આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલો હોઈ શકે છે, અને તેના સોરસ સુધી પહોંચવા તપાસ ચાલુ છે
શું છે આખો મામલો?
- કન્નડ અભિનેત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી પુત્રી રાણ્યા 3 માર્ચે બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર ઉતરી હતી.સાંજે ૬ વાગ્યાની આસપાસ, રાણ્યા એક્ઝિટ ગેટ તરફ ગઈ. બહાર નીકળવા માટે, તે ગ્રીન ચેનલ તરફ ગઈ. ગ્રીન ચેનલ એવા મુસાફરો માટે છે જેમની પાસે ચેક કરવા માટે કોઈ સામાન નથીરાન્યા પહેલા પણ આ જ રીતે એરપોર્ટની બહાર આવતી હતી. તે દિવસે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ એટલે કે DRI ના અધિકારીઓએ તેને રોકી. પૂછ્યું- શું તમારી પાસે સોનું છે કે બીજું કંઈ એવું છે જે બતાવી શકો? રાન્યાએ જવાબ આપ્યો- ના. આ વાતચીતથી દરમિયાન રાન્યાના ચહેરા પર ગભરામણ દેખાવા લાગી હતી. અધિકારીઓને શંકા ગઈ. તેમણે બે મહિલા અધિકારીઓને બોલાવી અને રાન્યાને તપાસવા કહ્યું.જ્યારે તેને ચેક કરવામાં આવી આવી, ત્યારે તેના શરીરના જુદા જુદા ભાગોમાં સોનું મળી આવ્યું. તેની પાસેથી કુલ 14.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા જેટલી થાય છે
કર્ણાટક ગોલ્ડ સ્મગલિંગ કેસ : તારીખવાર સમગ્ર ઘટનાક્રમ
- 3 માર્ચ: 14.2 કિલો સોનાની હેરાફેરી કરતા રાયણાને બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમણે સોનાને જાંઘ અને કમર પર ટેપથી ચોંટાડી છુપાવ્યું હતું.
- 4 માર્ચ: કોર્ટએ રાયણાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા.
- 5 માર્ચ: તપાસ એજન્સીઓએ રાયણાના એપાર્ટમેન્ટ પર દરોડો પાડી તપાસ કરી. અઢી કરોડ (2.1 કરોડ) રૂપિયાની જ્વેલરી અને 2.7 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી.
- 7 માર્ચ: કોર્ટએ રાયણાને 3 દિવસ માટે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની કસ્ટડીમાં મોકલ્યા.
- 10 માર્ચ: કોર્ટમાં આરોપ મુકાયો કે સિદ્ધારમૈયા સરકારના એક મંત્રી ગોલ્ડ સ્મગલિંગ કૌભાંડમાં સંકળાયેલા છે. આ અંગે રાયણાએ DRI પર દબાણ કરવાના પણ આરોપ લગાવ્યા. કોર્ટએ તેને 24 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો.એ જ દિવસે (10 માર્ચ) રાયણાના મિત્ર તરૂણ રાજુની ધરપકડ થઈ. કોર્ટએ તેને 5 દિવસ માટે DRIની કસ્ટડીમાં મોકલ્યો.
- 11 માર્ચ: રાયણાના સસરા, પિતા અને કર્ણાટકના DGP કે. રામચંદ્ર રાવ પર તેમની પુત્રને મદદ કરવાનો આરોપ લાગ્યો. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા