Friday, Oct 24, 2025

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

3 Min Read

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SITએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરકપડ કરી છે. તેની છત્તીસગઢથી ધરકપડ કરવામાં આવી છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા ધરપકડ પહેલા આગોતરા જામીન માટેની તેની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા છત્તીસગઢમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની અટકાયત, મુંબઈ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી | Mahadev Betting App case Mumbai Crime Branch's SIT detained actor Sahil Khanઆ સટ્ટાબાજીના કેસમાં ઘણા વરિષ્ઠ રાજનેતાઓ અને અમલદારો પણ સામેલ છે. મહાદેવ ઑનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે EDએ ‘કેશ કુરિયર’નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે રૂ.૫૦૮ કરોડ મેળવ્યા હતા. જો કે, તેમણે આ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ૫ નવેમ્બરે ૨૦૨૩એ મહાદેવ બેટિંગ એપની ૨૨ એપ્લિકેશન અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે કહ્યું કે ખાન અને અન્ય ૩૧ વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, જેના હેઠળ તેમના બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ટેક્નિકલ ડિવાઇસની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. ‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સાહિલ ખાન ફિટનેસ એક્સપર્ટ છે.

સાહિલ ખાન બોલિવૂડ એક્ટર છે પરંતુ તેણે પોતાના કરિયરમાં બહુ ઓછી ફિલ્મો કરી છે. તેની બોલિવૂડ કરિયર પણ ટૂંકી હતી. ૧૫ વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી ગયો અને તેની કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૧માં ફિલ્મ સ્ટાઇલથી કરી હતી. આ પછી અભિનેતાએ એક્સક્યુઝ મી, રામા, અલાદ્દીન અને ડબલ ક્રોસ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ આ ફિલ્મો ચાલી નહીં. તે પોતાની ફિટનેસ માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર તેના શરીરને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. તેણે વર્ષ ૨૦૦૩માં નેગર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન માત્ર ૨ વર્ષ જ ચાલ્યા હતા. આ પછી તેણે વર્ષ ૨૦૨૪માં મેલેના નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા. જો રિપોર્ટ્સનું માનીએ તો તેનું નામ જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે પણ જોડવામાં આવ્યું છે. આ સિવાય તેનું નામ વર્ષ ૨૦૧૪માં એક જીમમાં થયેલી ફાઈટના સંદર્ભમાં પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article