Tuesday, Dec 23, 2025

દેશમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસ 6,491 થઈ ગયા અને 6 નવાં મોત

2 Min Read

ભારતમાં કોરોના વાયરસની સક્રિયતામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, દેશભરમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા વધીને 6,491 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કોવિડ દર્દીના મૃત્યુની સત્તાવાર નોંધ નથી.

રાજ્યવાર કોવિડ કેસની સ્થિતિ:
કોવિડના કેસોના રાજ્યવાર વિશ્વેષણમાં કેરળ હાલમાં સૌથી આગળ છે. જ્યાં 1,957 સક્રિય કેસ છે. ત્યાર બાદ ગુજરાતમાં 980, પશ્ચિમ બંગાળમાં 747 અને દિલ્હીમાં 728 સક્રિય કેસ નોંધાયા છે. એકલા દિલ્હીમાં જ રવિવારથી સોમવારની વચ્ચે 42 નવા સંક્રમિતો સામે આવ્યા છે. જ્યારે, મહારાષ્ટ્રમાં 77 નવા કેસ સાથે 607 સક્રિય કેસ છે.

અગાઉના મૃત્યુના આંકડા:
જોકે, સોમવારે કોઈ નવા મૃત્યુ નોંધાયા નથી, પરંતુ રવિવારે દેશભરમાંથી કોવિડ સંબંધિત 6 મૃત્યુ નોંધવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને કોવિડ સાથે અન્ય ગંભીર બીમારીઓ પણ હતીઃ

  • કર્ણાટકમાં બે મૃત્યુ (46 અને 78 વર્ષીય વ્યક્તિ)
  • કેરળમાં ત્રણ મૃત્યુ (51, 64 અને 92 વર્ષીય પુરુષ)
  • તમિલનાડુમાં એક મૃત્યુ (42 વર્ષીય વ્યક્તિ, જેમને કિડનીની બીમારી હતી)

રાજ્યવાર સક્રિય કેસોની વિગત:
કેસોના રાજ્યવાર વિશ્વેષણમાં, કેરળ 1,957 સક્રિય કેસ સાથે ટોચ પર છે, જે દર્શાવે છે કે ત્યાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ સક્રિય છે. ત્યાર બાદ ગુજરાત 980 સક્રિય કેસ સાથે બીજા સ્થાને છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 747 અને દિલ્હીમાં 728 સક્રિય કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 607 સક્રિય કેસ છે, જ્યારે કર્ણાટકમાં 423, ઉત્તર પ્રદેશમાં ૨૨૫ અને તમિલનાડુમાં 219 સક્રિય કેસ જોવા મળ્યા છે. આ સિવાય, રાજસ્થાનમાં 128 અને હરિયાણામાં 100 સક્રિય કેસ છે. અન્ય રાજ્યો જેવા કે બિહાર (50), છત્તીસગઢ (41) અને ગોવા (7) માં હાલ સ્થિતિ વધુ નિયંત્રણમાં દેખાઈ રહી છે.

Share This Article