Saturday, Nov 1, 2025

અમદાવાદ વસ્ત્રાલમાં ગુંડાગર્દી કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ

2 Min Read

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ આતંક મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાલમાં આરોપીઓના ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવા પોલીસ અને AMCની ટીમ પહોંચી છે. પોલીસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડવા AMCની ટીમ પહોંચી છે.

અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે ટીમ પહોંચી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિક, સેક્ટર 2 ઝોન 5 ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જ્યારે આરોપીના પરિવારે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરીને ઉગ્ર વિરોધ કર્યો છે.

આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાશે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું છે. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢી તોડી પાડવામાં આવ્યું છે. ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે.

કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.

Share This Article