Thursday, Oct 30, 2025

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 50થી વધુ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી

1 Min Read

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 50થી વધુ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 15 લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા. આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

Share This Article