Sunday, Sep 14, 2025

કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં આરોપી સંજય રોય દોષિત જાહેર

2 Min Read

આરજી કર હોસ્પિટલમાં ડોક્ટર દીકરી પર બળાત્કાર અને હત્યાના કેસમાં 162 દિવસ પછી આજે ન્યાય દોષી જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, સિયાલદાહ કોર્ટે આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં સજા અંગેનો નિર્ણય હજુ લેવાનો બાકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નરાધમને સોમવારે સજા સંભળાવવામાં આવી શકે છે. આ કિસ્સાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. બાદમાં, કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારની પોલીસ પાસેથી તપાસ CBIને સોંપી દીધી હતી. આ કેસની ચર્ચા ટ્રાયલ કોર્ટમાં બે મહિનાથી વધુ સમય સુધી ચાલી હતી. જે બાદ સેશન્સ કોર્ટના જજે આરોપી સંજય રોય વિરુદ્ધ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

કોલકાતા સેશન્સ કોર્ટ આરજી કર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં ટૂંક સમયમાં પોતાનો ચુકાદો સંભળાવશે. આ કેસથી દેશવ્યાપી આક્રોશ ફેલાયો અને કોલકાતામાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન થયા, જેમાં મુખ્યત્વે ડોકટરો અને તબીબી કર્મચારીઓ સામેલ હતા. સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસની કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના 57 દિવસ પછી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારના સભ્યો પણ કોર્ટમાં હાજર છે. સિયાલદાહ સેશન્સ કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યો છે.

પોતાનો કેસ સાબિત કરવા માટે CBIએ સંજય રોયને દોષિત સાબિત કરવા માટે તેમના DNA નમૂનાઓ જેવા જૈવિક પુરાવાઓને ડોક્ટર બિટિયાના વિસેરા રિપોર્ટના નમૂનાઓ સાથે મેચ કર્યા હતા. આ ઉપરાંત, ગુનાના સ્થળેથી એકત્રિત કરાયેલા વાળનો સમૂહ પણ સંજય રોયના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ઘટના સ્થળે સંજય રોયનું બ્લૂટૂથ ડિવાઇસ પણ મળી આવ્યું હતું.

CBIના વકીલે સંજય રોયએ કહ્યું કે, પીડિતાના શરીર પરના લાળ સ્વેબના નમૂના અને DNAના નમૂના સંજય રોય સાથે મેળ ખાય છે. એજન્સીએ દાવો કર્યો હતો કે, પીડિતા પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી રહી હતી, ત્યારે તેણીએ પોતાને બચાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. આમાં તેણે સંજય રોયના શરીર પર પાંચ વખત ઘા કર્યા હતા, જે રિપોર્ટમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article