Sunday, Sep 14, 2025

સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપી ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા!

2 Min Read

ગોલ્ડી બ્રાર ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. તે સ્ટડી વિઝા પર કેનેડા ગયો હતો પરંતુ ત્યાં ગુનાની દુનિયામાં આવી ગયો હતો. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેની અમેરિકામાં હત્યા થઇ છે. ગોલ્ડીની હત્યાની જવાબદારી દલ્લા-લખબીર ગેંગે લીધી છે.

સિદ્ધુ મૂસેવાળાની હત્યા કરનાર ગોલ્ડી બ્રાર છે કોણ? | chitralekhaગોલ્ડી બરાડનો જન્મ ૧૧ એપ્રિલ ૧૯૯૪ના રોજ શમશેર સિંહ અને પ્રીતપાલ કૌરના ઘરે થયો હતો. તે પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. ગોલ્ડી બરાડના પિતા પોલીસમાં નોકરી કરતા હતા. તેમજ ગોલ્ડી બરાડ સામે રાજકારણીઓ પાસેથી ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવા અને અનેક હત્યાઓની જવાબદારી લેવાના કેસ નોંધાયેલા છે. ગોલ્ડી બરાડના પિતરાઈ ભાઈ ગુરલાલ બરાડની હત્યા બાદ, ગોલ્ડીએ ગુનાનો રસ્તો પસંદ કર્યો અને ઘણા ગેંગસ્ટરોના સંપર્કમાં આવવા લાગ્યો હતો. કેનેડાના બ્રામ્પટનમાં રહેતો ગોલ્ડી બરાડ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબજર સાથે સંકળાયેલો હતો.

કેન્દ્રીય મંત્રાલયના નોટિફિકેશન મુજબ, શાર્પ-શૂટર્સની સપ્લાય ઉપરાંત, ગોલ્ડી બરાડ સરહદ પારથી દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરી અને હત્યાને અંજામ આપવા માટે જરૂરી તમામ સામગ્રીની સપ્લાયમાં પણ સામેલ હતો.

પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી. ગોલ્ડીએ હત્યાનું કારણ પણ જણાવ્યું હતું. ગોલ્ડીના જણાવ્યા અનુસાર મોહાલીના મિદુખેડાની હત્યામાં સામેલ લોકોને મૂસેવાલાના મેનેજર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. બાદમાં મૂઝવાલાએ તેના મેનેજરને મદદ કરી. આ દુશ્મનાવટના કારણે લોરેન્સ ગેંગે મૂઝવાલાની હત્યા કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article