બોયફ્રેન્ડને સાથ આપ્યો તો પિતાએ દીકરીને કાર નીચે કચડી નાંખી, જીવતી રહી તો…

Share this story

Accompanied by boyfriend

  • સામાન્ય રીતે દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે અને પિતાને હમેંશા દીકરીઓ વ્હાલી હોય છે, પરંતુ બ્રિટનમાં એક એવા પિતાની વાત સામે આવી છે જે વાંચીને તમને એ વ્યકિત સામે ઘૃણા ઉપજશે.

યુનાઇટેડ કિંગડમના (United Kingdom) નોર્ફોકમાંથી (Norfolk) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની પુત્રીને કારથી કચડી નાખી હતી. આરોપી પિતાને પુત્રી પર ગુસ્સે હતો કે તેણે તેના બોયફ્રેન્ડનો (Boyfriend) પક્ષ લીધો હતો. જ્યારે પિતા પુત્રીના બોયફ્રેન્ડને મારવા માંગતા હતા. તે સમયે પુત્રીએ બંને વચ્ચે ઉભી રહીને બોયફ્રેન્ડને માર મારતા બચાવ્યો હતો. આ નિર્દયી પિતાએ પુત્રીને કાર નીચે કચડી નાંખ્યા પછી જોયું કે હજુ જીવતી છે તો ફરી રિવર્સ કરીને તેણી પર કાર ચઢાવી દીધી અને મોતને ઘાટ ઉતારી દીધી.

Mirror co.uk.માં છપાયેલા એક રિપોર્ટ મુજબ, મોતને ભેટનાર યુવતીની ઉંમર 19 વર્ષની હતી અને તેનું નામ લોરેન હતુ. આરોપ છે કે લોરેનના પિતા નિગેલ માલ્ટે જ પોતાની દીકરીની બેરહમીથી હત્યા કરી નાંખી હતી. દીકરી કણસતી રહી, પરંતુ પિતાને દયા ન આવી. બે વખત કાર ફેરવીને પુત્રીને યમસદન પહોંચાડી દીધી હતી.

પિતા નિગેલ માલ્ટ :

આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે કોર્ટમાં ઓડિયો ક્લિપ રજૂ કરવામાં આવી હતી, જેમાં લોરેનના આક્રંદ અને ચીસોનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કચડાઈ જવાને કારણે લોરેનના ઘણા બધા હાડકાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

તપાસમાં એ વાત સામે આવી હતી કે લોરેનના બોયફ્રેન્ડને નહી મારી શકવાને કારણે પિતાએ બધો ગુસ્સોપ પોતાની દીકરી લોરેન પર ઉતારી દીધો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાની પીઠના ઘણા હાડકાં તૂટી ગયા હતા. આ ઉપરાંત તેની પાંસળીઓ કચડાઈ ગઈ હતી અને તેને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે લોરેનનું મોત થયું હતું.

જયારે લોરેનને તેનો પિતા કારથી કચડી રહ્યો હતો ત્યારે તેણીએ ભારે આક્રંદ મચાવ્યું હતું, પરંતુ તેની મદદ કરવા માટે કોઇ પહોંચી શક્યું નહોતું. થોડી વાર પછી એક પડોશી બહાર આવ્યો અને  લોરેનના પિતા નિગેલને કહ્યું હતું કે આ શું કર્યું ? પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી ?

આ પણ વાંચો –