Wednesday, Oct 29, 2025

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, પાંચના મોત

1 Min Read

પાટણ જિલ્લામાંથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સમી-રાધનપુર ડાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતની આ ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાડી હાથ ધરાઈ છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

એસટી બસ કિમંતનગરથી માતાના મઢ જઈ રહી હતી તે સમયે સમી-રાધનપુર હાઇવે પર સમીની વચ્છરાજ હોટલ પાસે એક રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે. રિક્ષાને અડફેટે લઈ બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યાં છે. બનાવના પગલે ડાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સમયે હાજર લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 5 શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.

Share This Article