આજે 9 જૂન 2025ના રોજથી ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી સરકારી અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરુ થયું છે. પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધીના તમામ વર્ગો આજથી શરુ થયા છે. સીબીએસસી બોર્ડની સ્કૂલોમાં પણ આજથી જ પ્રારંભ થયો છે.
બાળકો નવા મિત્રો અને નવા વિષયો શીખવા માટે આતૂર લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. વેકેશનમાં ગાળેલા આનંદના દિવસો પછી, હવે તેઓ નવા પુસ્તકો, નવા મિત્રો અને નવા વિષયો શીખવા માટે આતૂર છે. ખાસ કરીને, નાના ભૂલકાઓ કે જેઓ જીવનમાં પ્રથમવાર શાળાનો અનુભવ કરવા જઈ રહ્યા છે, તેમની લાગણીઓ ભળી છે. કોઈક બાળકો શાળાએ જવા માટે અત્યંત ઉત્સુક હશે, તો કોઈકને પહેલીવાર શાળાએ જવાનો થોડો ભય પણ હશે. તેમના માતા-પિતા પણ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે સજ્જ છે, કોઈક ચિંતા સાથે તો કોઈક ગર્વ સાથે.નવા સત્રને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ શાળાઓ દ્વારા પણ વેકેશન બાદ નવા સત્રને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
શાળા સંચાલકો અને સ્ટાફે વિદ્યાર્થીઓના સ્વાગત માટે વર્ગખંડોની સફાઈ, ડેસ્ક અને બેન્ચની ગોઠવણી, શૈક્ષણિક સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયોની સ્વચ્છતા, અને સૌથી મહત્વપૂર્ણ, વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઘણી શાળાઓએ તો વિદ્યાર્થીઓને આવકારવા માટે વિશેષ કાર્યક્રમો અને સજાવટ પણ કરી છે, જેથી પ્રથમ દિવસે જ બાળકોને ખુશનુમા વાતાવરણનો અનુભવ થાય.