Sunday, Sep 14, 2025

મહિલા શાસનમાં જ મહિલાઓ અસુરક્ષિત, ABVPએ મમતા બેનર્જીના વિરોધમાં પૂતળાં દહન કર્યું

3 Min Read

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ પર વિધાર્થીઓની મોટી સંખ્યા સાથે વિરોધ કર્યો હતો. લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મમતા બેનર્જીની સરકારને સંદેશખાલીના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીના નેતા દ્વારા મહિલાઓ સાથે યોન શોષણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ બાબતે કોર્ટ દ્વારા પણ મમતા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. વિપક્ષ દ્વારા મમતા બેનર્જી સરકારને ઘેરવા માટે વિરોધ પ્રદેશનો શરૂ કરવામાં આવ્યા છે. માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી તેમજ તેમની વિદ્યાર્થી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના ગેટ સામે જ મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશખલીમાં માં તૃણમૃલ કોંગ્રેસના આગેવાન અને નેતા શાહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા. તૃણ મુલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા આ ગંભીર આરોપો ના પગલે દેશભરમાં વિરોધ નો સુર ઉઠ્યો છે. મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે. પશ્ચિમ બંગાળમાં એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું સન્માન ન જાળવાતા મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. જેના પગલે આજ રોજ સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૃલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મમતા સરકારનું પૂતળા દહન કરવામાં આવ્યું છે.”મહિલાઓ કે સન્માન મેં એબીવીપી કે માન મેં”ના સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન અને પ્રાર્થના કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મમતા સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે મહિલાઓ પર તૃણમૃલ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા અઘટિત આરોપો અને અત્યાચાર ને લઈ કાર્યવાહી કરવામાં આવે. નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈ મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે. પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી. સંદેશખલીમાની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે. જેથી તૃણમૃલ કોંગ્રેસના નેતા સાહબાજ ખાન સામે કડક થી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article