ભારતમાં લગભગ 55.1 ટકા ટ્રક ડ્રાઈવરોની દૃષ્ટિ નબળી છે, જ્યારે 53.3 ટકા લોકોને દૂરની દ્રષ્ટિ માટે સુધારાની જરૂર છે અને 46.7 ટકા લોકોને નજીકની દૃષ્ટિ માટે સારવારની જરૂર છે. મંગળવારે જાહેર થયેલા એક અહેવાલમાંથી આ માહિતી સામે આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), દિલ્હી દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલ મુજબ, લગભગ 44.3 ટકા ડ્રાઇવરોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) સીમારેખા અથવા તેનાથી ઉપર છે. જ્યારે 57.4 ટકા લોકોમાં બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું હતું અને 18.4 ટકા લોકોમાં બ્લડ સુગરનું સ્તર સીમારેખા અથવા તેનાથી વધુ હતું.

IIT દિલ્હીએ આ રિપોર્ટ ફોરસાઈટ ફાઉંડેશનના સહયોગથી તૈયાર કર્યો છે. અહેવાલ તૈયાર કરવા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કોંગ્રેસ અને તમિલનાડુ રાજ્યના કુલ 50,000 ટ્રક ડ્રાઈવરોની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ લગભગ 33.9 ટકા ટ્રક ડ્રાઈવરોને ‘મોડરેટ લેવલ ઓફ સ્ટ્રેસ’ની તકલીફ છે. 2.9 ટકા ડ્રાઈવરને હાઈ લેવલ ઓફ સ્ટ્રેસ છે, જેમને મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટની જરૂર છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતના પરિવહન ક્ષેત્ર સામે એક મોટો મુદ્દો ડ્રાઇવરોની અછત છે અને દર 100 ટ્રક માટે ફક્ત 75 ડ્રાઇવરો છે. તેમણે કહ્યું, “અમે ડ્રાઇવરોની તાલીમ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છીએ. અમે તેમના જીવનને સુધારવા માટે ડિજિટલાઇઝેશન અને એપ્લિકેશન એકીકરણ માટે પ્રતિબદ્ધ છીએ. ” દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ટ્રક એક મહત્વપૂર્ણ માધ્યમ છે. ટ્રકોને ભારતીય લોજિસ્ટિક્સ ક્ષેત્રની કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે. જોકે, આ ટ્રકો ચલાવતા ડ્રાઇવરોને ઘણીવાર મુશ્કેલ પડકારો અને કઠિન જીવનશૈલીનો સામનો કરવો પડે છે. આમાં ટ્રક ડ્રાઇવિંગના લાંબા કલાકો, અનિયમિત શિફ્ટ, પરિવારથી દૂર લાંબા સમય અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-