કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભાજપ મુખ્યાલયની બહાર AAPનું પ્રદર્શન

Share this story

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી પ્રદર્શન કરી રહી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર ED અને CBI જેવી એજન્સીઓ દુરુપયોગ કરી રહી છે. AAPના કાર્યકર્તા અને નેતાઓ ભાજપ કાર્યાલયને ઘેરવા માટે ITO પાસે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વી દિલ્હી લોકસભા બેઠક પરથી પાર્ટી ઉમેદવાર રહેલા કુલદીપ કુમારે કહ્યું કે, સરકાર સીએમ કેજરીવાલને ફસાવવા માટે ED અને CBIનો ઉપયોગ કરી રહી છે. અમે અમારી લડાઈ સંસદ, વિધાનસભા અને રસ્તા પર લડીશું. તપાસ શરૂ થયા બાદથી છેલ્લા બે વર્ષમાં એજન્સીઓને શું મળ્યુ?

ભાજપ કાર્યાલય તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડિંગ સાથે ભારે પોલીસ દળ અને આરપીએફ તેહનાત કરવામાં આવ્યા છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીના આહવાન વચ્ચે દિલ્હી પોલીસે કહ્યું કે AAPએ પ્રદર્શન કરવાની મંજૂરી નથી લીધી.

કેજરીવાલની ધરપકડ માટે CBIનું કારણ એ હતું કે તેઓ એ કેબિનેટનો હિસ્સો હતા જેમણે એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી હતી. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઈઝ પોલિસી ૨૦૨૧-૨૨માં હિતધારકોની ઈચ્છા મુજબ સુધારા કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ વેપારીઓ માટે પ્રોફિટ માર્જિન ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરી દેવામાં આવ્યું હતું. CBIએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ એ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો :-