Sunday, Sep 14, 2025

AAPના સાંસદ સ્વાતિ માલીવાલ તીસ હજારી કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યું

3 Min Read

AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના કેસમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા છેલ્લા ૧૨ કલાકમાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ રાત્રે ૩ વાગ્યા સુધી સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. હવે આજે શુક્રવારે સવારે દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલ સાથે તીસ હજારી કોર્ટ પહોંચી છે. જ્યાં સ્વાતિ માલીવાલનું નિવેદન CRPCની કલમ ૧૬૪ હેઠળ નોંધવામાં આવશે.

સ્વાતિ માલીવાલે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, “મારી તરફથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના તેણે (વિભવ) મને થપ્પડ મારવાનું શરૂ કર્યું. હું ચીસો પાડતી રહી, તેણે મને ઓછામાં ઓછા ૭-૮ વાર થપ્પડ મારી. હું સંપૂર્ણ આઘાતમાં હતી અને મદદ માટે વારંવાર ચીસો પાડી રહી હતી. મારી જાતને બચાવવા મેં તેને મારા પગથી દૂર ધકેલી દીધો. આ દરમિયાન, તેણે ફરીથી મને ધક્કો માર્યો અને મને નિર્દયતાથી મારવાનું ચાલુ રાખ્યું.”

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આજે વિભવ કુમારને સમન્સ પાઠવ્યા છે. જો કે, વિભવ કુમાર વિશે કોઈ માહિતી નથી. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને વિભવ વિરુદ્ધ કલમ ૩૨, ૫૦૬, ૫૦૯ અને ૩૫૪ હેઠળ FIR નોંધી છે. સ્વાતિ માલીવાલે આ FIRમાં લખ્યું છે

સ્વાતિ માલીવાલે આ FIRમાં લખ્યું છે કે આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમયમાંથી એક છે. દર્દ, ટ્રોમા અને જુલમે મારા મનને સુન્ન કરી નાખ્યું છે. હુમલો થયો ત્યારથી, મને મારા માથા અને ગરદનમાં સતત દુખાવો થઈ રહ્યો છે. મને મારા શરીર અને પેટમાં પણ ખૂબ દુખાવો થાય છે. મને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. મારી પરિસ્થિતિ એ હકીકતને કારણે વધુ ખરાબ થઈ ગઈ છે કે મહિલાઓના પ્રશ્નો માટે આખી જિંદગી લડ્યા પછી અને લાખો મહિલાઓને ન્યાય અપાવવામાં મદદ કર્યા પછી મને એક એવી વ્યક્તિ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો,જેને હું લાંબા સમયથી ઓળખું છું. હું આ ઘટનાથી ખૂબ જ પરેશાન થઈ ગઈ છું અને આશ્ચર્ય પણ અનુભવું છું કે કોઈ આવી ગુંડાગીરી કેવી રીતે કરી શકે. હું સંપૂર્ણપણે તૂટેલી અનુભવું છું.

આ પણ વાંચો :-

Share This Article