દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં શાસક પક્ષ YSRCP ના ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીનો મતદાન કેન્દ્રમાં ગુંડાગર્દી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રેડ્ડી કથિત રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ને તોડતા જોવા મળી રહ્યાં છે. તેઓ મતદાન કર્મચારીઓને ધમકાવતા પણ જોવા મળે છે. હાલ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધારાસભ્યનું નામ તપાસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, અમે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. સીઈઓ મુકેશ કુમાર મીણાને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ડીજીપીને આ ઘટનાઓમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવે.
આ ઘટના ૧૩ મેના રોજ બની હતી. ચૂંટણી પંચે કહ્યું, અમે વીડિયો પોલીસને સોંપ્યો છે અને તપાસમાં મદદ કરવા કહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે, માચરલા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર ૨૦૨ અને ૭ પર EVM તોડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી EVMને જમીન પર પછાડતા વેબ કેમેરામાં રેકોર્ડ થયા છે. પલાનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાન મથકોના વીડિયો ફૂટેજ પોલીસને સોંપ્યા છે. પોલીસને ઘટનાની તપાસ કરવા જણાવાયું છે.
આ પણ વાંચો :-