ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શનિવારે સવારે પાંચ વાગ્યે એક કાળજુ કંપાવતી ઘટના બની જેણે લોકોને ચોંકાવી દીધા છે. અહીં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. આરોપીએ પહેલા તેની માતાને ગોળી મારી અને પછી તેની પત્નીને હથોડી વડે માર મારી હત્યા કરી નાખી. તે આટલેથી ન અટક્યો, તેણે તેની માતા અને પત્નીની હત્યા કરી બાદ તેના ત્રણ બાળકોને પણ છોડ્યા નહીં. આરોપીએ તેના ત્રણ બાળકોને એક પછી એક ઘરની છત પરથી ફેંકી દીધા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યુવક નશામાં ધૂત રહેતો હતો. પરિવાર તેને વ્યસનમુક્તિ સેન્ટરમાં લઈ જવા માંગતો હતો. આ બાબતે રાત્રે વિવાદ થયો હતો. યુવક ગુસ્સામાં આવી ગયો ને આવેશમાં તેણે આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે.
પાલ્હાપુરમાં ગત રાત્રે ખેડૂત વિરેન્દ્ર સિંહના પુત્ર અનુરાગ સિંહે આ હત્યાને અંજામ આપ્યો હતો. માનસિક રીતે અસ્વસ્થ અનુરાગ સિંહ, માતા સાવિત્રી દેવી, પત્ની પ્રિયંકા સિંહ, પુત્રી આશ્વી, પુત્ર અનુરાગ અને પુત્રી અર્નાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આદવિકનું ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ અનુરાગ સિંહએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. સવારે આ ઘટનાની માહિતી મળતાં જ સમગ્ર ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી.
સીતાપુરના પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારી ટીમને શનિવારે સવારે રામપુર મથુરા પોલીસ સ્ટેશન હેઠળના ગામ પલ્હાપુરથી માહિતી મળી હતી કે એક માનસિક રીતે બીમાર વ્યક્તિ, જેનું નામ અનુરાગ સિંહ છે, જે ૪૫ વર્ષનો છે, તેણે તેના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દીધી છે અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ તેની ૬૫ વર્ષિય માતા સાવિત્રી દેવી, ૪૦ વર્ષીય પત્ની પ્રિયંકા અને તેના ત્રણ બાળકોની હત્યા કરી હતી.
આ પણ વાંચો :-