A woman wearing a saree showed
- ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને હજારો વર્ક આઉટના વીડિયો મળી જાય છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેરિત કરી શકે છે. ત્યારે હાલમાં જ એક નવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સાડી પહેરેલી એક મહિલા જિમાં અઘરી કસરત કરતી જોવા મળી રહી છે.
આજકાલ બદલાતી જીવનશૈલીના (Lifestyle) કારણે બોડી મૂવમેન્ટ બહુ ઓછી થાય છે. જેના કારણે શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો ઝુમ્બા, જિમ, વોક વગેરે જેવા વર્કઆઉટનો સહારો લે છે. ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને હજારો વર્ક આઉટના (Work out) વીડિયો મળી જાય છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેરિત કરી શકે છે.
હાલમાં જ કેટલાંક એવા આશ્વર્યજનક વીડિયો સામે આવ્યા છે. જેમાં સાડી પહેરેલી (Wearing Saree) મહિલાઓ વર્ક આઉટ કરતી જિમમાં જોવા મળે છે. આવો જ એક નવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. જેમાં સાડી પહેરેલી એક મહિલા જિમાં અઘરી કસરત કરતી જોવા મળી રહી છે.
લોકોએ મહિલાને ફિટનેસની મહારાણી ગણાવી :
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો મોંમાં આંગળા નાંખી ગયા છે. એક મહિલા પોતાની તાકાતનો પરચો બતાવતી જોવા મળી રહી છે. વીડિયોએ સોશિયલ મીડિયા યૂઝર્સને ચકિત કરી દીધા છે.
#HinduSherni.
Never imagined that she could lift the tyre with such consummate ease. 😍😍👍👍👍💪💪💪 pic.twitter.com/thLPtQIRTE— Deepak Prabhu (@ragiing_bull) February 5, 2023
કેટલાક લોકોએ આ મહિલાને ફિટનેસની મહારાણી ગણાવતાં તેના મન ભરીને વખાણ કર્યા છે. સાડી પહેરેલી મહિલાએ જિમમાં એવી તાકાત બતાવી કે તેનો વીડિયો વાયરલ થઈ ગયો.
વાયરલ થયો વર્કઆઉટનો વીડિયો :
વીડિયોમાં જોવા મળતી મહિલા સાડી પહેરીને લોકોને ફિટનેસનો મંત્ર પણ આપી રહી છે. તો બીજા કેટલાંક યૂઝર્સ એવા પણ છે જેમણે સાડીમાં આ પ્રકારની કોઈપણ એક્સરસાઈઝને ખોટી ગણાવી છે. તેમનું માનવું છે કે સાડીમાં પગ પણ ફસાઈ શકે છે. જેનાથી પડવાનો ડર રહે છે. જોકે આ વાયરલ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં હજારો વ્યૂઝ અને લાઈક્સ મેળવી ચૂક્યો છે.
આ પણ વાંચો :-